વીડિયો : દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ, ગરમી વચ્ચે નારિયેળ પાણીની સેવાનો હજારો ભક્તો લાભ લેશે
દેશભરમાંથી લાખો પદયાત્રીઓ ફાગણ સુદ પુનમે દ્વારકાધીશના દર્શને ઉમટ્યા છે. ત્યારે આ પદયાત્રીઓની સેવા કરવા માટે પણ સેવાભાવી સંસ્થાઓ તૈયાર છે. ફુલડોર ઉત્સવ માટે દ્વારકા આવતા પદયાત્રીઓની અલગ અલગ પ્રકારે સેવા કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.
દેશભરમાંથી લાખો પદયાત્રીઓ ફાગણ સુદ પુનમે દ્વારકાધીશના દર્શને ઉમટ્યા છે. ત્યારે આ પદયાત્રીઓની સેવા કરવા માટે પણ સેવાભાવી સંસ્થાઓ તૈયાર છે. ફુલડોલોત્સવ માટે દ્વારકા આવતા પદયાત્રીઓની અલગ અલગ પ્રકારે સેવા કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. 2022થી સેવા કેમ્પનું આયોજન કરતા સેવા ભાવી પદયાત્રીઓને લીલા નારિયેળના પાણી પીવડાવે છે. 40થી 50હજાર પદયાત્રીઓ તેનો લાભ લે છે.
સેવાભાવી સંસ્થાઓએ શરૂ કરેલા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, નાસ્તો, ઠંડા પીણાં, ફ્રુટ જ્યુસ સહિત સારવાર અને દવાની વ્યવસ્થા છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ અલગ અલગ કમિટીઓ બનાવી દર્શનાર્થીઓની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. આ વર્ષે પોલીસે પણ સેવા કેમ્પ લગાવ્યો છે. યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાને લઇ અમુક રસ્તા ભારે વાહનો માટે બંધ કરાયા છે. આ રસ્તાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 22, 2024 01:04 PM