ગાંધીનગરવાસીઓને જુન સુધીમાં મળી જશે મેટ્રો, GNLU અને ગિફ્ટ સિટી વચ્ચે શરૂ થયો ટ્રાયલ રન

| Edited By: | Updated on: Mar 10, 2024 | 6:37 PM

ગાંધીનગરવાસીઓને જુન સુધીમાં મેટ્રો મળી જાય તે પ્રકારની તૈયારીઓ છે. અમદાવાદ ગાંધીનગર ફેસ ટુના પ્રોજેક્ટમાં ટ્રાયલ રન ગત સપ્તાહથી શરૂ કરી દેવાય છે. ત્યાર આજે GNLU અને ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રાટલ પૂર્ણ થયા બાદ જુનમાં મેટ્રો સેવા શરૂ કરી દેવાનું આયોજન છે.

અમદાવાદ ગાંધીનગર ફેસ ટુ ના પ્રોજેક્ટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી તબક્કા વાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેની શરૂઆત જીએનએલયુ અને સેક્ટર વન વચ્ચે કરવામાં આવી છે આજે GNLU અને ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.

જુનથી ગાંધીનગરમાં મેટ્રો સેવા શરૂ કરવાનું આયોજન

આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટીઝ લિંક સુધીનો છે. 28 કિલોમીટર લાંબા આ રૂટમાં 22 સ્ટેશનો છે. જે પૈકી પ્રાયોરિટી અનુભાગના 21 km માં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર 1 તથા જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી તબક્કાવાર ટ્રાયલનું આયોજન ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફ્ટીને ચકાસણી માટે વિનંતિ કરવામાં આવશે અને તે મંજૂરી આવ્યા બાદ મેં જૂનમાં મેટ્રો રેલ સેવાઓ શરૂ કરવાનો આયોજન છે.

આ પણ વાંચો: અમદાવાદની 6 વર્ષની તક્ષવી વાઘાણીનું સ્કેટિંગ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ ! વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ દૃશ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 10, 2024 06:32 PM