અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

| Updated on: May 03, 2024 | 7:51 PM

સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક બાદ એક સભાઓ અને સંમેલન યોજાયા બાદ હવે અલ્પેશ ઠાકોરે પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોનું સંમેલન યોજવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ક્ષત્રિય ઠાકોર સમાજની મહિલાને પસંદ કરવામાં આવી છે. પૂર્વ પ્રાથમિક શિક્ષિકા શોભના બારૈયા સામે કોંગ્રેસે આદિવાસી નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન ભાજપે પ્રચાર સભાઓ એક બાદ એક યોજ્યા બાદ હવે શુક્રવારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોનું સંમેલન યોજવામાં આવ્યું હતુ.

હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોને સમાજની દિકરીને માટે મત માંગવા માટે આહ્વાન કર્યું હતુ. તેઓએ પોતાના પરિવાર ઉપરાંત અન્ય લોકો પાસે સમાજની દિકરીની પડખે ઉભા રહી મત માંગવા માટે અપીલ કરી હતી. સમાજના અગ્રણીઓને અલ્પેશ ઠાકોરે સંબોધન કરતા સમાજની દીકરી શોભનાબેન બારૈયા અને તેમના પરીવારના લોકોના સામાજિક યોગદાનને પણ યાદ કર્યા હતા.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો