Valsad : એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ, જુઓ Video
વલસાડમાં દારુ ઘુસાડવા બુટલેગરનો નવો કીમિયો અપનાવ્યો છે. બુટલેગરે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે.નવસારીની ખાનગી એમ્બ્યુલન્સમાં દારુ લઈ જવાતો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે દારુ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર વલસાડમાં દારુનો જથ્થો ઝડપાયો છે. વલસાડમાં દારુ ઘુસાડવા બુટલેગરનો નવો કીમિયો અપનાવ્યો છે. બુટલેગરે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે.નવસારીની ખાનગી એમ્બ્યુલન્સમાં દારુ લઈ જવાતો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે દારુ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. PCBએ લાખોનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવીને દારુ લઇ જવામાં આવી રહ્યો હતો. પીસીબીએ ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.