બનાસકાંઠા: કોંગ્રેસ છોડી ગયેલા ઠાકોર સમાજના આગેવાનોને ગેનીબેને લીધા આડેહાથ, જુઓ
બનાસકાંઠા લોકસભાની બેઠકની ચૂંટણીના પ્રચાર દરમિયાન હવે બંને પક્ષોના ઉમેદવાર પોત પોતાનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરતભાઇ ધૂંખ ફરીથી ભાજપમાં જોડાયા છે. જેને લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ તીખા તેવર દર્શાવતા નિવેદન કર્યા છે.
બનાસકાંઠામાં ભાજપના ડો રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. આ દરમિયાન બનાસકાંઠાના ઠાકોર સમાજના કેટલાક અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. જેમાં લેબજી ઠાકોર અને ભરતજી ખૂંધનો પણ સમાવેશ થાય છે. બંને ઠાકોર આગેવાનો હવે ફરીથી ભાજપનો કેસરીયો ધારણ કરતા જ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યુ છે.
આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ
ચૂંટણી પ્રચારની શમશેરપુરામાં યોજાયેલી જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે તીખા તેવર દર્શાવતી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, જે ભાજપમાં ગયા એ હારેલા હતા. તેઓ ત્યાં જઇને શું જીતાડી દેશે. તો વળી અન્ય મહિલા આગેવાને કહ્યુ હતુ કે, આજે અમારે જરુર છે ત્યારે એ સામે પક્ષે જઇને બેઠા છે. સામે પક્ષેથી જ જેને સડેલી કેરી કહેતું હતુ તે આજે હાફુસ બની ગઈ છે.