Tapi: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર, આવતીકાલે રહેશે તાપીમાં, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 10, 2024 | 11:47 AM

છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પગલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પગલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવતીકાલે પણ યથાવત રહેશે.

રાહુલની ભારત જોડો ન્યાય  યાત્રા આવતીકાલે તાપીમાં જ રહેશે. આ યાત્રા આજે સાંજે મહારાષ્ટ્રના નંદૂરબારમાં પ્રવેશવાની હતી. પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર થવાના પગેલ રાહુલ ગાંધી 12 માર્ચથી મહારાષ્ટ્રના નંદૂરબારથી ફરી યાત્રા શરૂ થશે.

ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા

રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. છોટાઉદેપુરના બોડેલીમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરૂ બેફામ બન્યા. ભીડમાં કોઇ શખ્સ નેતાઓ અને કાર્યકર્તાઓના ખિસ્સા કાપી ગયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના પણ 42 હજાર રુપિયા ચોરી થયાની ફરિયાદ સામે આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો