ભરૂચ : આજે BTP અધ્યક્ષ મહેશ વસાવા 500થી વધુ કાર્યકરો સાથે કેસરિયા કરશે, જુઓ વીડિયો
ભરૂચ : ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાન માજી ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી સુપ્રીમો અને પિતા છોટુ વસાવાની છાવણીઓ છોડી આજે PM નરેન્દ્ર મોદીની વિચારધારાને અપનાવવા જઈ રહ્યા છે. 500થી વધુ કાર્યકરો સાથે વસાવાએ કમલમ ખાતે કેસરિયા કરવાની તૈયારી બતાવી છે.

મહેશ વસાવાએ તેમની ભારતીય ટ્રાયબલ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણની તૈયારીઓ શરૂ કરી છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મહેશ વસાવા ભાજપનો ખેસ ધારણ કરવાના છે.
ગુજરાતના ટ્રાયબલ બેલ્ટની નેતાગીરી માટે આ નિર્ણય મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ પેટ્ટી પર છોટુ વસવાની એકહથ્થુ રાજ રહ્યું છે. ઢળતી ઉંમર સાથે છોટુ વસાવા પરિવાર પાર કંટ્રોલ જાળવી રાખવામાં સફળ ન રહેતા તેમના મોટા પુત્ર મહેશ વસાવાએ પિતાની વિચારધારા છોડી છાવણી બદલી છે.
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો