ભરૂચ વીડિયો : ટ્રાયબલ બેલ્ટના વધુ એક નેતા કેસરીયા કરશે, ઝઘડિયા કોંગ્રેસના અગ્રણી ફતેસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું
ભરૂચ : લોકસભા ચૂંટણીની માટે Indian National Developmental Inclusive Alliance ની જાહેરાત સાથે ભરૂચ બેઠકનું રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસને આ બેઠક પરથી ઉમેદવારી કરવાની તક ન મળતા કોંગી નેતાઓ નારાજ થયા છે.
ભરૂચ : લોકસભા ચૂંટણીની માટે Indian National Developmental Inclusive Alliance ની જાહેરાત સાથે ભરૂચ બેઠકનું રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસને આ બેઠક પરથી ઉમેદવારી કરવાની તક ન મળતા કોંગી નેતાઓ નારાજ થયા છે. ચૂંટણીમાં ભરૂચ બેઠક પર EVM માં કોંગ્રેસનું સિબોલ નજરે ન પડવાથી આગામી ચૂંટણીઓમાં પણ પક્ષને નુકસાનનો કાર્યકર ભય વ્યક્ત કરી ઉમેદવારી માંગી રહ્યા છે.
મોવડીઓ રજુઆત ધ્યાને ન લેતા કોંગી નેતાઓ નારાજ થયા છે. મુમતાઝ અને ફૈઝલ પટેલ દિલ્લી ચાલ્યા ગયા છે અને એક જૂથ વિરોધ કરી રહયું છે તે વચ્ચે ઝઘડિયા બેઠકના ગત ટર્મના કોંગી ઉમેદવાર ફતેસિંહ વસાવાએ કોંગ્રેસને રામરામ કહી કેસરિયો ધારણ કરવાનો નિર્ણય કરી લીધો છે.
આજે કમલમ ખાતે આમ આદમી પાર્ટી અને બીટીપી કાર્યકરો સાથે ફતેસિંહ પણ કેસરિયો ખેસ ધારણ કરશે.