Surat : ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ, કલાકોની મહેનત રંગ લાવી, જુઓ Video

| Edited By: | Updated on: May 11, 2024 | 9:19 AM

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓને સારુ પરિણામ આવતા ગરબે ગુમ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આસું છલકાઈ આવ્યા છે.

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓને સારુ પરિણામ આવતા ગરબે ઘૂમ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આસું છલકાઈ આવ્યા છે.

વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવવામાં માટે કલાકોની મહેનત કરેલી સફળ થઈ છે.આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. જો કે આ વર્ષે ગત વર્ષ કરતા 18 ટકા પરિણામ વધારે આવ્યુ છે.

આ વર્ષે અમદાવાદ અને ભાવનગરના કેન્દ્નનું સૌથી વધુ પરિણામ આવ્યુ છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ભાવનગરના તડ કેન્દ્રનું 41.13 ટકા આવ્યુ છે. ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 81.17 ટકા આવ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો