Banaskantha Video : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે, લાખણીમાં ગેનીબેન ઠાકોર માટે કરશે પ્રચાર

| Edited By: | Updated on: May 04, 2024 | 11:46 AM

કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરશે.આ જાહેર સભામાં ઉત્તર ગુજરાતની તમામ બેઠકના ઉમેદવારો હાજર રહેશે.

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીનો પ્રચાર કરવા માટે રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરવાના છે.

પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરશે. આ જાહેર સભામાં ઉત્તર ગુજરાતની તમામ બેઠકના ઉમેદવારો હાજર રહેશે. જેમાં પાટણના ચંદનજી ઠાકોર,મહેસાણાથી રામજી ઠાકોર, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અને સાબરકાંઠાથી તુષાર ચૌધરી સહિતના નેતાઓ પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનીક પણ આ સભામાં હાજર રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો