Breaking News : બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીનો પ્રચાર, રુપાલાને લઈ કર્યા પ્રહાર,જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2024 | 1:22 PM

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા છે.પ્રચારમાં જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાની સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે. ભાજપનેતાઓ બંધારણથી પ્રજાને અધિકાર મળે છે.

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા છે.પ્રચારમાં જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે.

પ્રિયંકા ગાંધીએ સત્તા પક્ષ પર પણ પ્રહાર કર્યો છે. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને શહેનશાહ કહીને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર ન થયા હોત તો અહીંથી ચૂંટણી કેમ નથી લડતા ? શા માટે તેઓ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમજ પ્રિયંકા ગાંધીએ જનસભામાં પરશોત્તમ રુપાલા પર પ્રહાર કર્યા. ક્ષત્રિય મહિલાઓને લઈને પણ નિવેદનો આપ્યા.

પ્રિયંકા ગાંધીએ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ મુદ્દે પણ વડાપ્રધાન મોદીને સવાલો કર્યા.પ્રિયંકાએ કહ્યું કે અહિં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન થયું છે, પણ PM મોદીએ શું ઉમેદવારને હટાવ્યા ? તમારી માગ ખાલી તે ઉમેદવારને હટાવવાની હતી, પણ તેને ન હટાવ્યાં. હું વચન આપું છું કે જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ.

 

બનાસકાંઠાના લાખણીની જનસભામાં પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યુ કે ભાજપના નેતાઓ કહે છે કે જીતીશું તો બંધારણ બદલી નાખીશું. જો કે અનામત પણ બંધારણમાં અપાયેલો અધિકાર છે. ભાજપ બંધારણમાં અપાયેલા અધિકારને ઓછા કરવા માગે છે તેવા પ્રહાર પ્રિયંકા ગાંધીએ કર્યા છે.

આ સાથે જ જાહેર સભામાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે પહેલાના સમયમાં પ્રધાન મંત્રી અંતરીયાળ વિસ્તારમાં જતા હતા. ત્યારે દરેક વ્યક્તિ તેમની સમસ્યા તેમણે કહેતા હતા. જ્યારે સમસ્યાનો ઉકેલના આવે ત્યારે વોટ આપતા.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 04, 2024 12:20 PM