દાહોદ વીડિયો : મેવાસી સમાજના લોકો 2 દિવસ પહેલા હોળી પ્રગટાવી હોળીના પર્વની ઉજવણી કરી
દાહોદમાં હોળી-ધૂળેટીના 2 દિવસ પહેલા પર્વની ઉજવણીની પરંપરા છે. પાવાગઢના મેવાસી સમાજના લોકો અંતેલા ગામમાં વસતા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે. જે આજેપણ જીવંત છે. આ સમાજે ગઈકાલે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરી.
દેશના અલગ- અલગ રાજ્યોમાં વિવિધ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. આપણે બધાને ખબર જ છે કે હોળી પર એક જ હોલિકાનું દહન કરવામાં આવે છે. પરંતુ દાહોદમાં હોળી-ધૂળેટીના 2 દિવસ પહેલા પર્વની ઉજવણીની પરંપરા છે.
પાવાગઢના મેવાસી સમાજના લોકો અંતેલા ગામમાં વસતા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે. જે આજેપણ જીવંત છે. આ સમાજે ગઈકાલે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પતઇ રાજાના પતન બાદ પુત્રએ દેવગઢબારીયા સ્ટેટની સ્થાપના કરેલી સ્ટેટની સ્થાપનાથી અત્યાર સુધી બે દિવસ પૂર્વે ઉજવણીની પરંપરા જાળવવામાં આવી રહી છે.