લોકસભા ચૂંટણી : દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 19, 2024 | 3:59 PM

દમણ લોકસભા બેઠક પરથી આજે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ફોર્મ છે.કેતન પટેલ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રેલી યોજી હતી. કેતન પટેલે પરિવારજનો અને કાર્યકરો સાથે રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતુ. દમણમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે.

વલસાડ : દમણ લોકસભા બેઠક પરથી આજે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ફોર્મ છે.કેતન પટેલ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રેલી યોજી હતી. કેતન પટેલે પરિવારજનો અને કાર્યકરો સાથે રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતુ.દમણમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે.

કેતન પટેલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કરતા બોલ્યા હતા કે આ લડાઈ તાનાશાહીની લડાઈ છે. તાનાશાહીને દમણ અને દીવ નાબૂદ કરવી જરુરી છે. જેથી કોંગ્રેસ પાર્ટીને સહકાર આપવા માટે નાગરિકોને જણાવ્યુ છે. આ સાથે કેતન પટેલે કીધુ તમારો એક દિવસ કોંગ્રેસને આપજો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો