આજનું હવામાન : સૌરાષ્ટ્રમાં હીટવેવ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, જુઓ વીડિયો

| Updated on: Mar 22, 2024 | 10:10 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. રાજ્યમાં હિટવેવ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. રાજ્યમાં હિટવેવ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, ડાંગ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, જુનાગઢ 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, દાહોદ, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો