ગુજરાતમાં પડશે મોસમનો બેવડો માર, રાજ્યમાં હિટવેવ અને વરસાદની શક્યતા- વીડિયો

| Edited By: | Updated on: Mar 21, 2024 | 8:31 PM

રાજ્યમાં આગામી દિવસોમાં મોસમનો બેવડો માર પડવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરી છે. રાજ્યમાં એકતરફ વરસાદ અને બીજીતરફ હિટવેવની આગાહી કરી છે. કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં મોસમનો બેવડો માર પડશે. એક તરફ વરસાદ અને બીજી તરફ હિટવેવની શક્યતા છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહિસાગરમાં હળવો વરસાદની થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર રિજિયનમાં ગીરસોમનાથ, દીવ, અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનનો વધારો થશે. કેટલાક શહેરોમાં તાપમાનનો 40 પારો 40 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના છે.

આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હોળીના સમયે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે.  હોળીથી એપ્રિલ સુધી પવનનું જોર વધશે અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, હોળીથી એપ્રિલ સુધી વધશે પવનનું જોર, કેરીના પાકને નુકસાનની ભીતિ- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો