Valsad Video : ટામેટાએ જગતના તાતને રડાવ્યા, ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

| Edited By: | Updated on: Mar 28, 2024 | 4:43 PM

વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વલસાડ જિલ્લાની નાનાપોંઢા બજારમાં ખેડૂતોએ ટામેટા ફેંક્યા હતા. જો કે ખેડૂતોને ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે.

વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. દૂર દૂરથી ખેડૂતો નાનાપોંઢાના માર્કેટયાર્ડમાં ટામેટાનું વેચાણ કરવા આવતા હોય છે. પરંતુ પુરતો ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. વલસાડ જિલ્લાની નાનાપોંઢા બજારમાં ખેડૂતોએ ટામેટા ફેંક્યા હતા. જો કે ખેડૂતોને ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે.

આજે વહેલી સવારથી ખેડૂતો નાનાપોંઢાના APMCમાં ખેડૂતોએ વિરોદ્ધ નોંધાવ્યો છે. ધરતીપુત્રને ટામેટાનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતોમાં નારાજગી સાથે આક્રોષ પણ જોવા મળી રહ્યો છે. તેમજ માર્કેટયાર્ડનો સમય બદલાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો