Panchmahal Video : ગોધરામાં આઈસ્ક્રીમના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

| Edited By: | Updated on: Apr 03, 2024 | 5:07 PM

પંચમહાલના ગોધરાની GIDCમાં દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ગોધરા ખાતે આવેલી ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર ગોધરામાં આગ લાગવાની ઘટના બની છે.  પંચમહાલના ગોધરાની GIDCમાં દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ગોધરા ખાતે આવેલી ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. ગોધરા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. આગની ઘટનાને પગલે ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં અફરાતફરી માહોલ જોવા મળ્યો છે.

બીજી તરફ આજે  મોરબીના રફાળેશ્વર ગામ નજીક ભીષણ આગની ઘટના બની છે. જેમાં સીટ કવર બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. ક્યા કારણોસર આગ લાગી હતી તેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલીક મોરબી ફાયર બ્રિગ્રેડની ટીમની મદદ લેવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો