Dwarka : ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે જીવ જોખમમાં મુકી લોકોનું કર્યુ રેસ્ક્યુ, વીડિયો થયો વાયરલ
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે લોકો ફસાયા હોવાના વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધુળેટીનાં દિવસે નદીમાં પાણી વધી જતા સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાયા હતા.
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે લોકો ફસાયા હોવાના વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધુળેટીના દિવસે નદીમાં પાણી વધી જતા સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાયા હતા. જેની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને રેસ્કયુ કરાયું હતુ. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા રેસ્કયુનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
દરિયામા ભરતી આવતા ગોમતી નદીમાં જીવ ના જોખમે લોકો સામે કાંઠે પસાર થતા જોવા મળે છે. ગોમતીની સામે પાંચકુઈ વિસ્તારનાં કાઠે ફરવા ગયેલા 40થી વધુ લોકો ફસાયા હતા. તમામ લોકોને દ્વારકા ફાયરની ટીમે સલામત બહાર કાઢ્યા હતા. અવાર – નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોઈ છે ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. ગોમતી અને પંચકૂઇ બીચ વચ્ચેનો સુદામા સેતુ લાંબા સમય થી બંધ હોવાથી લોકો પરત ફરી સકતા નથી.