GSEB Result: ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર, અહીં જાણો સંપૂર્ણ વિગત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 08, 2024 | 8:01 PM

ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત થશે. સવારે 9 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકાશે. ગુજસેટનું પરિણામ પણ આવતીકાલે આવશે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકશે.

વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્યો છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકશે. ગુજસેટનું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકશે.

સવારે 9 વાગે પરિણામ જાહેર કરાશે. જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ની વેબસાઇટ પર થશે જાહેર થશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં – 6357300971 પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.