Banaskantha Video : મતદાન જાગૃતિ માટે 11 ગામો વચ્ચે સ્પર્ધા, સૌથી વધુ મતદાન થનારા ગામને મળશે 25 લાખ

| Edited By: | Updated on: May 01, 2024 | 1:34 PM

બનાસકાંઠાના ગામોમાં વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષે ઈનામની જાહેરાત કરી છે. થરાદના 11 ગામો વચ્ચે મતદાન હરિફાઈ કરવા શંકર ચૌધરીએ અપીલ કરી છે. વધુ મતદાનમાં એકથી સાત નંબરે આવનાર ગામને ઈનામ અપાશે.

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે મતદાન થાય તે માટે સરકારથી લઈને નેતાઓ સુધી બધા જ અવનવા પ્રયોગ કરે છે, સરકારની આ પહેલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ જોડાયા છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે શંકર ચૌધરીએ બનાસકાંઠાના 11 ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે.

અપીલ સાથે ઇનામની જાહેરાત

બનાસકાંઠાના ગામોમાં વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષે ઈનામની જાહેરાત કરી છે. થરાદના 11 ગામો વચ્ચે મતદાન હરિફાઈ કરવા સાથે શંકર ચૌધરીએ  વધુ મતદાન  કરવા અપીલ કરી છે.

પ્રથમ 7 ક્રમમાં આવનારને અપાશે ઇનામ

સૌથી વધુ મતદાનમાં એકથી સાત નંબરે આવનાર ગામને ઈનામ આપવામાં આવશે. મતદાનમાં પ્રથમ ક્રમે આવનાર ગામને 25 લાખ રૂપિયા છે. જ્યારે બીજા ક્રમે આવનારને 20 લાખ રૂપિયા ઈનામ અપાશે. ઈનામની રકમ ગામના સામુહિક વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવશે. લાખાણીના ગેળામાં સભાને સોબંધન કરતા શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે.

ગુજરાત સહિત દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો