કોંગ્રેસ બનાસકાંઠા અને પાટણમાં ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારશે! સાબરકાંઠામાં તુષાર ચૌધરીની સંભાવના

| Edited By: | Updated on: Mar 08, 2024 | 6:43 PM

કોંગ્રેસ હવે ઉત્તર ગુજરાતમાં પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે, અને તેના માટે રાહ જોવાઇ રહી છે. બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસ ઠાકોર ઉમેદવારોને મેદાને ઉતારી શકે છે. જ્યારે સાબરકાંઠામાં તુષાર ચૌધરીને મેદાને ઉતારી શકે છે. પાટણ આમ તો જગદીશ ઠાકોરના નામની ચર્ચાની શરુઆતમાં મળી રહી હતી. જોકે હવે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર ઉમેદવાર તરીકે પસંદ થશે એવી સંભાવના છે.

ભાજપે ઉત્તર ગુજરાતમાં બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં બનાસકાંઠા બેઠક પર શિક્ષિત મહિલા ઉમેદવાર ભાજપે પસંદ કર્યા છે. જ્યારે પાટણમાં ભરતસિંહ ડાભીને રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસ હવે ઉત્તર ગુજરાતના ઉમેદવારોના નામ અંગે મહોર મારી શકે છે. હાલ તો કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી આપી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગેનીબેન ઠાકોરનું નામ સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો: બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવાઈ

તો પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરનું નામ હવે ચર્ચામાં છે. પાટણ અને બનાસકાંઠા આમ બંને બેઠક પર ઠાકોર ઉમેદવારને મેદાને ઉતરવામાં આવી શકે છે. તો બીજી તરફ સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ તુષાર ચૌધરીને ઉતારવા માટેનો દાવ ખેલે આવી સંભાવના છે. તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય પ્રધાન છે અને પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તો મહેસાણાં પણ કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર દાવ ખેલવાનું વિચારી રહી છે. આમ કોંગ્રેસની યાદીમાં પટેલ ઉમેદવાર ક્યાંથી મેદાને ઉતારશે એ પણ સવાલ થઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

ગોધરામાં પેપર લીક અંગે રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું- ‘રુપિયાવાળાના દીકરા પેપર લીક કરે છે’
ગુજરાતમાં લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળશે તક ? 10 માર્ચ બાદ જાહેર થઈ શકે છે બીજી યાદી
ગોધરામાં પેપર લીક અંગે રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું- ‘રુપિયાવાળાના દીકરા પેપર લીક કરે છે’
ગુજરાતમાં લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળશે તક ? 10 માર્ચ બાદ જાહેર થઈ શકે છે બીજી યાદી