ગુજરાતમાં લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળશે તક ? 10 માર્ચ બાદ જાહેર થઈ શકે છે બીજી યાદી
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા હતા. પ્રથમ યાદીમાં બે બેઠક પર જ મહિલા ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે બાકીની 11 બેઠકો પર મહિલા ઉમેદવારોને વધુ તક મળી શકે તેવી શક્યતા છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની બીજી યાદીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાંથી 11 બેઠકો પર ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. ત્યારે ભાજપની બીજી યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે. બીજી યાદીમાં ચારથી વધુ બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા હતા. પ્રથમ યાદીમાં બે બેઠક પર જ મહિલા ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે બાકીની 11 બેઠકો પર મહિલા ઉમેદવારોને વધુ તક મળી શકે તેવી શક્યતા છે. હાલમાં મહેસાણા, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરતથી મહિલા સાંસદ છે.
તો બીજી તરફ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવારોને લઇને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે, ભાજપના ઉમેદવારોના નામોની આજે જાહેરાત નહિં થાય. 10 માર્ચે ભાજપની પાર્લામેટ્રી બોર્ડની બેઠક મળશે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ ભાજપની બીજી યાદી જાહેર કરવામાં આવશે.