આજનું હવામાન : ગરમીથી લોકોને મળશે રાહત ! આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં તાપમાન ગગડશે, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 31, 2024 | 8:19 AM

આજે અમરેલી, તાપી સહિતના જિલ્લામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, બોટાદ,જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે અમરેલી, તાપી સહિતના જિલ્લામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, બોટાદ,જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોરબંદરમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આગઝરતી ગરમી પડવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 1 દિવસ બાદ 2 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ ફરીથી તાપમાન વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરામાં રાત્રી દરમિયાન ગરમીની આગાહી કરવામાં આવી છે. એટલુ જ નહિં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ રહેતા હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ગરમીના લીધે રાજ્યમાં DISCOMFORT થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો