આજનું હવામાન : કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત ! આ જિલ્લાઓમાં તાપમાનનો પારો ક્રમશ:ઘટે તેવી સંભાવના, જુઓ વીડિયો

| Updated on: Apr 23, 2024 | 9:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો ક્રમશઃ ઘટે તેવી સંભાવના છે. રાજકોટ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો ક્રમશઃ ઘટી શકે છે. અમદવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, મોરબી, મહેસાણા, રાજકોટ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

વડોદરા, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, બોટાદ, ભરુચ, આણંદ,અમરેલી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બોટાદ, જામનગર, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ,જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો