આજનું હવામાન : જાણો આજે તમારા વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે કે ગરમીથી રાહત મળશે ? જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનો અનુભવ થશે કે ગરમીથી રાહત મળશે આ લેખમાં જણાવામાં આવ્યુ છે. જાણો તમારા વિસ્તારમાં આજે કેટલુ તાપમાન રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં આજે 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગર, સુરત,રાજકોટ, પંચમહાલ, નવસારી, મોરબી, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
જ્યારે અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર,મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, જામનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બનાસકાંઠા, ભાવનગર જિલ્લામાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ન્યૂનતમ તાપમાન કેટલુ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરુચ, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ,દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ગાંધીનગર,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, પોરબંદર, તાપી સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.