કસ્તુરીએ ભલે રડાવ્યા પરંતુ લસણે ખેડૂતોને કર્યા ખુશ, હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ સાંભળી ફાટી રહી જશે તમારી આંખો- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 16, 2023 | 11:19 PM

ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની સ્થિતિ ઘણી કફોડી બની છે અને ભારે નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે ત્યારે બીજી તરફ લસણે ખેડૂતોને ખુશ કર્યા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક થઈ છે અને ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

ડુંગળી થોડી સસ્તી છે એટલે ગ્રાહકોને થોડો લાભ છે પણ તેની સામે લસણનો ભાવ આગ લગાડે તેવો છે. વાત ખેડૂતોની કરીએ તો એકતરફ ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ લસણના પાકે ખેડૂતોની લાજ રાખી છે એવું કહી શકાય. કેમકે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં લસણની હરાજી શરૂ થઈ છે. જેમાં ઉંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.

આ પણ વાંચો: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક, પ્રતિ મણ 800 થી 4000 સુધી નોંધાયા ભાવ

હાપા માર્કેટ યાર્ડમાં રોજ 3 હજાર ગુણી લસણની આવક થઈ રહી છે. 20 કિલો લસણનો ભાવ 800થી 4000 સુધી બોલાઈ રહ્યા છે. લસણના પુષ્કળ પાક વચ્ચે પોષણક્ષમ ભાવ મળતા લસણ પકવતા ખેડૂતોમાં ખુશી છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે લસણના સારા ભાવ આવી રહ્યા છે..જો ભારતમાં ચાઈનીઝ લસણ ન આવતું હોત તો હજુ પણ વધુ સારા ભાવ મેળવતા હોત.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો