આજનું હવામાન : ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ, જુઓ Video

| Updated on: May 01, 2024 | 10:13 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની અગાહી છે. કચ્છમાં પણ 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની અગાહી છે.

કચ્છમાં પણ 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પારો ઉંચકાશે. સૌરાષ્ટ્રામાં યલો એલર્ટ તો દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ક્યા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, રાજકોટ, પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, પાલનપુર સહિતના વિસ્તારોમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભૂજમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આજે બુધવારના રોજ રાજકોટ, ભૂજ, સુરત, પાલનપુર સહિતના વિસ્તારોમાં 29 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદમાં પણ 31 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર, વલસાડમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાત સહિત દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો