ધોરણ 10 અને 12 માટે શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, નાપાસ થનારા વિદ્યાર્થીઓને મળશે વધુ રાહત, જાણો
ગુજરાત બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે ધોરણ 12માં વિજ્ઞાનપ્રવાહમાં જેટલા વિષયની પરીક્ષા ફરી આપવી હોય તે આપી શકાશે. ફરીથી પુરેપુરી એક્ઝામ આપવી હશે તો પણ વિદ્યાર્થી આપી શકશે.
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા તાજેતરમાં માર્ચ 2024ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જે રીતે પૂરક પરીક્ષા પહેલા લેવામાં આવતી હતી એ પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવા માટેનું ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આયોજન છે. વાલીઓ તેમના બાળકોની કારકિર્દીને લઈને ઘણા ચિંતિત રહેતા હોય છે ત્યારે ધોરણ 12ની પૂરક પરીક્ષા સ્વરૂપે વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં જેટલા વિષયની ફરી પરીક્ષા આપવી હશે એટલા વિષયની પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીએ આખી પરીક્ષા આપવી હશે તો પણ આપી શકશે.
ગુજરાત બોર્ડ દ્વારા આ વખતે કરાયા આ મહત્વપૂર્ણ ફેરફાર
- વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષામાં બેસ્ટ ઓફ 2ને એટલે કે બંનેમાંથી જેમા વધુ સારા માર્ક્સ હશે તેને ગણતરીમાં લેવાશે. તે પ્રકારનો ઠરાવ પણ ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.
- એડમિશનની પ્રક્રિયામાં પણ વધુ માર્ક્સ હોય તેને ગણતરીમાં લેવા બાબતનું પણ આગામી દિવસોમાં આયોજન હાથ ધરાશે.
- ધોરણ 10 માં ગત વર્ષે વિદ્યાર્થી 2 જ વિષયમાં ફેલ હોય તો વિદ્યાર્થીઓ ઉપરથી પૂરક પરીક્ષા આપી શક્તા હતા. તે આ વખતે ત્રણ વિષયમાં ફેલ હશે તો પણ પૂરક પરીક્ષા આપી શકશે.
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં પૂરક પરીક્ષા આપી શકાતી હતી જે આ વર્ષથી બે વિષયની આપી શકાશે. આ નવા નિયમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તૈયારી કરી શકશે.
- બોર્ડ દ્વારા કારકિર્દીના પંથે કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર કચેરી દ્વારા ડિજિટલ કારકિર્દી વિશેષાંક પણ બહાર પડાયો છે. જેમા ગત વર્ષે કટ ઓફ ACPCમાં કેટલુ હતુ, કઈ કોલેજમાં કેટલા માર્ક્સથી મેરીટ અટક્યુ હતુ તે અંગેની જાણકારી મળી રહેશે. ખાસ કરીને મેડિકલ એન્જિનિયરીંગ, આઈટીઆઈ, ફોરેન એજ્યુકેશન સહિતના તમામ કોર્સિસની માહિતી આપવામાં આવેલી છે.
Published on: Apr 26, 2024 08:22 PM