Junagadh: વિષમ વાતાવરણની સીધી અસર કેરીના પાક પર વર્તાઈ, ઉત્પાદનમાં થયો ઘટાડો- Video
સતત બદલાતા વાતાવરણને કારણે જુનાગઢમાં કેરીના પાકને ભારે નુકસાન થયુ છે. ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આંબા પર મોર તો ઘણો આવ્યો પરંતુ સતત વાતાવરણમાં થતા ફેરફારને કારણે કેરીનો પાક ઓછો આવ્યો છે.
સૌરાષ્ટ્રની શાન કેસર કેરીના પાકમાં આ વખતે મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.સતત બદલાતા વાતાવરણને લીધે કેરીના પાકનું ઉત્પાદ ઓછુ થયુ છે,વાત છે જૂનાગઢની કે જ્યાં સૌથી વધારે કેરીના બગીચાઓ આવેલા છે અને આ કેરી દેશ વિદેશોમાં પણ એક્સપર્ટ કરવામાં આવતી હોય છે, ત્યારે આ આંબા પર મોરતો આવ્યો પણ વાતાવરણની સીધી અસર કેરીના પાક પર વર્તાઇ
કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જુનાગઢ સહિત સોરઠ પંથકમાં કેરીને બજારોમાં આવતા હજુ વાર લાગશે. ગત વર્ષની સરખામણીમાં કેરીના પાકમાં આ વખતે ઘટાડો નોંધાયો છે.બદલાતા વાતાવરણને લીધે આંબા પરથી મોર ખરી પડવાને લીધે પાકમાં મોટુ નુકસાન આવ્યું અને કેરીના પાકમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.
કેરીના પાકમાં ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મોર આવવાનો સમય હોય ત્યારે વધારે પડતી ગરમી પડવાને કારણે મોર ખરી પડે છે અને કેરીના પાકમાં ઘટાડો નોંધાય છે. હાલ આંબા પર તો કેરી આવી છે પણ કેરીઓ ખરી પડવાને કારણે આંબાના બગીચા ખેડૂતોને કાઢી નાખવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે પાકના વળતરની માગ કરી રહ્યા છે
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો