ખેડા : ગળતેશ્વરના પડાલ ગામે જૂથ અથડામણ, નમાઝ પઢવાને લઇને બે પક્ષ વચ્ચે ઘર્ષણ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 15, 2024 | 4:56 PM

રાજ્યમાં ફરી એક વાર જૂથ અથડામણની ઘટના બની છે. ખેડાના ગળતેશ્વરમાં પડાલ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. નમાઝ પઢવાને લઇને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. રમજાન માસની નમાજ અદા કરવા માટે માથાકૂટ થઈ છે.

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર જૂથ અથડામણની ઘટના બની છે. ખેડાના ગળતેશ્વરમાં પડાલ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે.

નમાઝ પઢવાને લઇને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. રમજાન માસની નમાજ અદા કરવા માટે માથાકૂટ થઈ છે. બંને જૂથ સામે સામે આવી જતા પથ્થર મારો થયો છે. સેવાલિયા, ઠાસરા અને ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સેવાલિયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ હાલ પોલીસે મામલો શાંત પાડ્યો છે.

વડોદરામાં થયો હતો પથ્થરમારો

બીજી તરફ આ અગાઉ વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા અને અઝાન વગાડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બંને એક જ સમયે વાગતા બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો થયો.પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો