Breaking News : ભાવનગરના ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ, જુઓ VIDEO

| Edited By: | Updated on: Apr 16, 2024 | 1:29 PM

ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. નામાંકન ભરતા પહેલા સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો. મનસુખ માંડવીયાના ભાષણમાં ક્ષત્રિય સમાજના યુવાનો સભા સ્થળે પહોચ્યા હતા

લોકસભાની ચૂંટણીની બ્યુગુલ ફુકાઈ ચૂંક્યુ છે. ગુજરાતમાં ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જો કે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રુપાલાના નિવેદનને લઇને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિરોધનો ઊભરો આજે ક્ષત્રિય સમાજે ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ઠાલવ્યો હતો.

ભાજપ ઉમેદવારની સભામાં રુપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર

ક્ષત્રિય સમાજે આજે ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં વિરોધ દર્શાવ્યો હતો. આ સભામાં પોરબંદર બેઠકના ઉમેદવાર અને ભાજપ સાંસદ મનસુખ માંડવિયા  પણ હાજર હતા. આ સભા દરમિયાન જ ક્ષત્રિય સમાજે રુપાલા વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

મનસુખ માંડવીયાના ભાષણ દરમિયાન જ કર્યો હોબાળો

ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. નામાંકન ભરતા પહેલા સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો. મનસુખ માંડવીયાના ભાષણમાં ક્ષત્રિય સમાજના યુવાનો સભા સ્થળે પહોચ્યા હતા.

તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં રાજીનામું આપ્યું હતુ. કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતુ. ક્ષત્રિય સમાજના યુવકે સ્ટેજ પર ચઢી નારા લગાવ્યા હતા.

થોડી વાર સભા રોકવાની ફરજ પડી

ક્ષત્રિય સમાજે સભા સ્થળે આવીને રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જે પછી ભાજપને થોડી વાર માટે સભા રોકવાની ફરજ પડી હતી. લોકો એટલા ઉગ્ર બન્યો હતા કે ત્યાં પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને સ્થળ પર શાંતિ જાળવવા અપિલ કરવામાં આવી હતી.

Published on: Apr 16, 2024 01:13 PM