સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા લોકસભા બેઠક પર જંગ જામ્યો છે. એક તરફ કોંગ્રેસના હાથમાંથી ગઢ પરની પકડ 2009માં છૂટ્યા બાદ ફરી જામી નથી. હવે તુષાર ચૌધરીને ભરોસે કોંગ્રેસે વધુ એક પ્રયાસ કર્યો છે. તો ભાજપે નવા જ ચહેરા તરીકે પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી.
સાબરકાંઠા લોકસભા બેઠક પર જંગ જામ્યો છે. એક તરફ કોંગ્રેસના હાથમાંથી ગઢ પરની પકડ 2009માં છૂટ્યા બાદ ફરી જામી નથી. હવે તુષાર ચૌધરીને ભરોસે કોંગ્રેસે વધુ એક પ્રયાસ કર્યો છે. તો ભાજપે નવા જ ચહેરા તરીકે પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. આમ ભાજપના મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ સીએમ પુત્ર વચ્ચે બેઠક પર પ્રચાર જંગ જામ્યો હતો. હવે મંગળવારે મતદારો કેવો મિજાજ દર્શાવે છે એ 4, જૂને ખ્યાલ આવી શકે છે.
સાબરકાંઠા બેઠક પર ભાજપે ટિકિટ બદલવાની જરૂરિયાત ઉભી થઈ હતી. ટિકિટ બદલીને ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતારીને બાજી ફરી એકવાર મારી લેવાનો દાવ ખેલ્યો છે. તો કોંગ્રેસે ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. તુષાર ચૌધરીએ ખૂબ જ ઓછા માર્જિનથી વર્ષ 2022 માં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી.
આ પણ વાંચો: શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે