Surat Video : નાના વરાછામાં ઈ- બાઈકના શો રુમમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાંવિકરાળ લાગી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર સુરતમાં આગ લાગવાની ઘટના બની છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાંવિકરાળ લાગી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવ્યો છે.
બીજી તરફ રાજકોટમાં પાલિકાના ફાયર ફાઇટરોની ઘોર બેદરકારી સામી આવી છે. રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ બુઝાવવા આવેલ ફાયર ફાઇટરની સિસ્ટમ જ ચાલુ ન થઇ. બીજુ ફાયર ફાઇટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી થઈ ગયુ હતુ.