Rajkot : એક ફાયર બ્રિગેડ ખરાબ, બીજાનું પાણી પુરુ, ત્રીજાએ આવી ગેરેજમાં લાગેલી આગ પર મેળ્યો કાબૂ, જુઓ Video
રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ બુઝાવવા આવેલા ફાયર ફાઈટરની સિસ્ટમ જ ચાલુ ન થઈ. બીજુ ફાયર ફાઈટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી થયુ છે.
રાજકોટમાં પાલિકાના ફાયર ફાઈટરોની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટના જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ બુઝાવવા આવેલા ફાયર ફાઈટરની સિસ્ટમ જ ચાલુ ન થઈ. બીજુ ફાયર ફાઈટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી થયુ છે.
ફાયર બ્રિગેડ શરુ ન થતા ફાયર જવાનો અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે ત્રીજું ફાયર ફાઇટર બોલાવતા સદનસીબે આગ પર કાબુ મેળવાયો. પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે.
બીજી તરફ સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાંવિકરાળ લાગી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.