Navsari : કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, આગ લાગવાનું કારણ અકબંધ, જુઓ Video
નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે.ત્યારે નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાંસ વિભાગના વર્કશોપમાં વાંસના કચરામાં આગ લાગી છે. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ હજુ ભીષણ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
બીજી તરફ વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂડામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. પોલીસે ડિટેઈન કરેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ હતુ. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે.