મહેસાણા બેઠક પર ભાજપે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યો, ઉમેદવારે શું કહ્યું? જુઓ
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં મહેસાણા બેઠક પર હરીભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હરીભાઇ પટેલે તક મળતા જ કહ્યુ કે, નાના કાર્યકર્તાને ટિકિટ મળી છે. પાર્ટીએ પોતાની પસંદગી કરવાને લઈ ખૂબ ઉત્સાહ છે. જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા બેઠક પર હરીભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હરીભાઇ પટેલે તક મળતા જ કહ્યુ કે, નાના કાર્યકર્તાને ટિકિટ મળી છે. પાર્ટીએ પોતાની પસંદગી કરવાને લઈ ખૂબ ઉત્સાહ છે. જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગળ કહ્યુ હતુ કે, નાનપણથી જ હું ભાજપની વિચારધારાથી પ્રેરાયો હતો. જનસંઘથી મામા ચૂંટાયેલા અને તેનાથી પ્રેરણા મળી અને કાર્યકર્તા તરીકે શરુઆત કરી હતી.
આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ
આગળ પણ કહ્યુ હતુ કે, હું ફાઇન આર્ટ્સમાં પ્રિન્સિપાલ હતો અને 2019માં નિવૃત્ત થયો હતો. રાજ્યના ફાઇન આર્ટસ શિક્ષક સંઘમાં જોડાયેલો હતો. શિક્ષણ સાથે જોડાયેલો છું. શિક્ષણનો વ્યાપ વધે એ માટેનો પ્રયાસ કરીશ. પંચાયતના સભ્યથી લઈને જિલ્લા પંચાયતમાં કારોબારીના અધ્યક્ષ રહી ચૂક્યો છું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 25, 2024 09:32 AM