આજનું હવામાન : ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ, જુઓ Video

| Updated on: May 05, 2024 | 8:19 AM

હવામાન વિભાગે ગુજરાતમાં આકરી ગરમીની આગાહી કરી છે.હવામાન વિભાગે આજથી 2 દિવસ માટે 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. જેના પગલે આગામી દિવસોમાં આકરા તાપનો અહેસાસ થશે.

હવામાન વિભાગે ગુજરાતમાં આકરી ગરમીની આગાહી કરી છે.હવામાન વિભાગે આજથી 2 દિવસ માટે 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ અને ભાવનગરનો સમાવેશ થાય છે.તો વધતા તાપમાનના પારાને જોતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5મી તારીખથી 8મી તારીખ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. આજથી 5 દિવસ સુધી દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળુ વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. આજના દિવસે પણ નાગરિકોએ ઉનાળાના આકરા તાપનો અહેસાસ થશે.

રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, તાપી, નર્મદા, ભરુચ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, નવસારી, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 05, 2024 08:10 AM