Gujarat Rain Forecast : ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદ

| Edited By: | Updated on: May 10, 2024 | 3:56 PM

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તર અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે.

આજે અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 મે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 મે ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 14 અને 15મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો