લોકસભા ચૂંટણી વચ્ચે AAP અને કોંગ્રેસમાં મોટું ભંગાણ, દાહોદમાં 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

| Edited By: | Updated on: Mar 21, 2024 | 9:56 PM

લીમખેડાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સાંસદ જશવંતસિંહ ભાભરની ઉપસ્થિતિમાં 250થી વધુ કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ગુજરાતમાં પણ 7 મેના રોજ મતદાન યોજાશે.

લોકસભાની ચૂંટણી વચ્ચે પક્ષ પલટાની મોસમ પણ પુરબહારમાં ખિલી છે. સત્તા પક્ષમાં આવવા સૌ કોઈ આતુર છે, ત્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. લીમખેડાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

સાંસદ જશવંતસિંહ ભાભરની ઉપસ્થિતિમાં 250થી વધુ કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ગુજરાતમાં પણ 7 મેના રોજ મતદાન યોજાશે. ત્યારે ભાજપ તમામ બેઠકો 5 લાખથી વધુ મતોથી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે લીમખેડાના કોંગ્રેસ અને AAPના 250થી વધુ કાર્યકરોને પાર્ટીમાં જોડીને ભાજપે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે.