ભર ઉનાળે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર ! ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો, જુઓ Video
રાજકોટવાસીઓ માટે પાણીને લઈને સારા સમાચાર આવી રહ્યાં છે. આ ઉનાળામાં રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો નહી કરવો પડે છે. રાજકોટ મનપા કમિશનરે દાવો કર્યો છે કે રાજકોટમાં આવેલા ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં છે.
ભર ઉનાળામાં ડેમમાંથી પાણી સુકાઈ રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓ માટે પાણીને લઈને સારા સમાચાર આવી રહ્યાં છે. આ ઉનાળામાં રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો નહી કરવો પડે છે. રાજકોટ મનપા કમિશનરે દાવો કર્યો છે કે રાજકોટમાં આવેલા ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં છે. સૌની યોજના દ્વારા આજી અને ન્યારી ડેમમાં પાણીનો પુરતા જથ્થો છે. ચોમાસા પહેલા જળ સંચયના સ્ત્રોત વધારવામાં આવશે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાતના ડેમમાં કેટલુ પાણી ?
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 25.27 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 46.66 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 38.51 ટકા પાણીનો જથ્થો છે. તેમજ કચ્છના 20 ડેમમાં 27.45 ટકા પાણીનો જથ્થો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 23.50 ટકા પાણીનો જથ્થો છે.