લોકસભા ચૂંટણીમાં ગાંધી વિચારની એન્ટ્રી થઈ છે. નવસારી લોકસભા બેઠકની ચૂંટણી પ્રચારમાં નેતાઓના અલગ અલગ રંગ જોવા મળતા હોય છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે લોકશાહી બચાવવા ગાંધીનો માર્ગ પકડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઇએ દાંડીયાત્રાનું આયોજન કર્યું છે. દાવો છે કે નવી પેઢી ગાંધીથી અવગત થાય અને ગાંધી વિચાર પર લોકો આગળ વધે.
નૈષદ દેસાઇનું માનવું છે કે હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે તેવા સમયે દાંડીયાત્રાથી લોકોમાં જાગૃતતા આવશે.નવસારી લોકસભા બેઠક પર કોંગ્રસેના નૈષદ દેસાઇ ભાજપના સી. આર. પાટીલ સામે ચૂંટણી લડશે. ભાજપના ઉમેદવારે 19 એપ્રિલ 2024ના રોજ ઉમેદવાર પત્ર ભર્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો