ડાંગ વીડિયો : સાપુતારા ચીફ ઓફિસરની બદલી થતા નવાગામના લોકોમાં નારાજગી, બદલી નહીં અટકે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

| Edited By: | Updated on: Feb 29, 2024 | 3:03 PM

સાપુતારા ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી થતા નવાગામના લોકોમાં નારાજગી જોવા મળી છે. તેમજ ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા લોકોએ માગ કરી છે. જો બદલી નહીં અટકાવવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Dang : આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે શાળામાં શિક્ષક કે આચાર્યની બદલી થાય અથવા તો નિવૃત્તિ થાય ત્યારે બાળકોને રડતા હોય છે. પરંતુ ડાંગના સાપુતરામાં ચીફ ઓફિસરની બદલી થતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી છે.

સાપુતારા ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી થતા નવાગામના લોકોમાં નારાજગી જોવા મળી છે. તેમજ ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા લોકોએ માગ કરી છે. જો બદલી નહીં અટકાવવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આગામી લોકસભામાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોના કહેવા અનુસાર ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવે ઘણાં સારા કામ કર્યા છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો