Anand Video : ગઠબંધનની દિવાલ તોડી NCPમાંથી જયંત પટેલે ચૂંટણી લડવાની કરી જાહેરાત, કહ્યું મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું
આણંદ લોકસભા બેઠકની ચૂંટણી રસપ્રદ બને તેવી સંભાવના છે. NCPમાંથી જયંત પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હોવા છતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જાહેરાત કરી છે.

પોસ્ટમાં લખ્યું કે મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું, એટલે અમે એકલા હાથે લડીશું. આ સાથે જ જયંત પટેલ ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ સાથે જ સારસા અને ઉમરેઠ બેઠક પરથી જયંત પટેલ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ ભાજપે આણંદ બેઠક પરથી વર્તમાન સાંસદ મિતેષ પટેલને ટિકિટ આપી છે.
Published on: Mar 23, 2024 03:24 PM