Percent Voting in Gujarat : ગુજરાતમાં ઓવર ઓલ થયું 59.51 ટકા મતદાન, જાણો સૌથી ઓછું અને સૌથી વધુ ક્યાં થયું મતદાન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 08, 2024 | 12:08 PM

Voting in Gujarat : ગઈ કાલે એટલે કે 07 મેના રોજ 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 1331 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થઈ ગયું છે. ગઈ કાલે અમુક જગ્યાઓ પર મતદાનનો બહિષ્કાર પણ થયો હતો. તો ઘણી જગ્યા પર વોટિંગ સારો સ્કોર રહ્યો હતો. આવો જાણીએ ક્યાં કેટલા ટકા મતદાન થયું.

Voting in Gujarat : મોડીરાત્રે ચૂંટણી પંચે ફાઇનલ આંકડાઓ જાહેર કર્યા હતા. જેમાં જાણવા મળી રહ્યું છે કે છેલ્લી એક કલાક સાંજે 5 વાગ્યા થી 6 વાગ્યા સુધીમાં 4.27 ટકા મતદાન થયું હતું. વલસાડ લોકસભામાં સૌથી વધુ 72.24 ટકા મતદાન થયું હતું તેમજ અમરેલી લોકસભામાં સૌથી ઓછું મતદાન 49.44 ટકા થયું હતું.

પાટણમાં 57.88 ટકા મતદાન

ગયા વખતની સરખામણી કરતા જોઈએ તો 2019 લોકસભા ચૂંટણી કરતાં આ વખતે 05.2 ટકા ઓછું મતદાન થયું છે. 2019 લોકસભામાં ગુજરાતમાં 64.51 ટકા મતદાન થયું હતું. આ વખતે વર્ષ 2024માં ગુજરાતના કચ્છમાં 55.5 ટકા મતદાન, પાટણમાં 57.88 ટકા મતદાન, મહેસાણામાં 59.04 ટકા મતદાન, સાબરકાંઠામાં 63.04 ટકા મતદાન, બનાસકાંઠામાં 68.44 ટકા મતદાન, ગાંધીનગરમાં 59.19 ટકા મતદાન, અમદાવાદ પૂર્વમાં 54.4 ટકા મતદાન, અમદાવાદ પશ્ચિમમાં 54.43 ટકા મતદાન થયું હતું.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં આંકડા

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 54.77 ટકા મતદાન, રાજકોટમાં 59.60 ટકા મતદાન, પોરબંદરમાં 51.79 ટકા મતદાન, જામનગરમાં 57.17 ટકા મતદાન, જુનાગઢમાં 58.80 ટકા મતદાન, ભાવનગરમાં 52.01 ટકા મતદાન, આણંદમાં 63.96 ટકા મતદાન, ખેડામાં 57.43 ટકા મતદાન, પંચમહાલમાં 58.65 ટકા મતદાન, દાહોદમાં 58.66 ટકા મતદાન, વડોદરામાં 61.33 ટકા મતદાન, છોટાઉદેપુરમાં 67.78 ટકા મતદાન, ભરૂચમાં 68.75 ટકા મતદાન, બારડોલીમાં 64.59 ટકા મતદાન તેમજ નવસારીમાં 59.66 ટકા મતદાન થયું હતું.

Published on: May 08, 2024 08:33 AM