ગીરના 16 થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, ઈકોઝોનની અમલવારી સામે ચલાવી રહ્યા છે લડત- વીડિયો

| Edited By: | Updated on: Apr 01, 2024 | 9:42 PM

દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. ત્યારે જુનાઢ લોકસભા મતવિસ્તારમાં આવતા ગીરના 16થી વધુ ગામના લોકોએ ઈકોઝોનની અમલવારીના વિરોધમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

લોકસભાની ચૂંટણીનો એકદમ માહોલ જામી ચૂક્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. આવા સમયે જુનાગઢ લોકસભામાં આવતા ગીર વિસ્તારના 16 કરતાં વધુ ગામના લોકોએ ઈકોઝોનની અમલવારીને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આગામી થોડા જ દિવસોમાં જો ઈકોઝોનને લઈને કોઈ નિર્ણય નહીં આવે તે લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ઈકોઝોનને કારણે એક દશકાથી ખેડૂતોને વેઠવી પડે છે હાલાકી

ઉલ્લેખનિય છે કે. ઈકોઝોનની અમલવારીને લઈને છેલ્લા એક દશકાથી ગીર જંગલ વિસ્તારના ખેડૂતોને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. ખેતરમાં કોઈ બાંધકામથી લઈને વિજ લાઈન નાખવા સુધી વનવિભાગની મંજૂરી લેવી પડે છે અને ક્યારેક તે પણ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ધારાસભ્યો અને સાંસદો આપે છે માત્ર ઠાલા આશ્વાસનો

ઈકોઝોન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિ વિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ છે. આ સમસ્યા કોઈ આજકાલની નથી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે. અગાઉ ખેડૂતોએ અનેક વખત આંદોલન કર્યા, વિરોધ કર્યા પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે દર વર્ષે ચૂંટણી ટાણે આ જ પ્રશ્ન ઉછળતો હોય છે. ધારાસભ્ય અને સાંસદો પણ ખાલી આશ્વાસન જ આપતા હોવાનો આક્ષેપ છે. ત્યારે આ વખતે ગીર વિસ્તારના અસરગ્રસ્ત 16 કરતાં વધુ ગામના લોકો નિર્ણયમાં ફેરફારની માગ કરી રહ્યા છે અને જો માગ ન સ્વીકારાય તો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉઠાવી છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

આ પણ વાંચો: કચ્છની ખારેક અને ગીરની કેસર કેરી બાદ હવે ભરૂચની પ્રખ્યાત સુજાની વણાટને પ્રાપ્ત થયો GI ટેગ- જુઓ Photos

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 01, 2024 09:16 PM