Loksabha election 2024 : લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા,પ્રિયંકા ગાંધી કરશે સભા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 24, 2024 | 12:09 PM

લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલના રોજ થવાનું છે. બીજા તબક્કાનું મતદાન પૂરુ થતા જ નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ કરે તેવી સંભાવના છે.

લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલના રોજ થવાનું છે. બીજા તબક્કાનું મતદાન પૂરુ થતા જ નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ કરે તેવી સંભાવના છે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બે સભાઓ કરશે.

તેમજ 27 એપ્રિલના રોજ ધરમપુરમાં સભાનું આયોજન કરી શકે છે. અન્ય એક સભા મધ્ય કે ઉત્તર ગુજરાતમાં સભા કરી શકે છે. રાહુલ ગાંધી અને સચિન પાયલોટની સભા અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે.કોંગ્રેસની આજે બેઠક યોજાવાની છે. જેમાં કોંગ્રેસના કયા નેતા કયા સભા કરશે એ અંગે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો