Bhavnagar : પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ, જુઓ Video
ભાવનગરમાં પણ પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ રોષ મળ્યો છે. ભાજપના વિરોધ સાથે સોનગઢ ગામ બંધ રાખવામાં આવ્યુ છે. સોનગઢ ગામ બંધમાં નાના મોટા વેપારીઓ સહિત સૌકોઇ જોડાયું છે.
રાજ્યમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યાં ભાવનગરમાં પણ પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ રોષ મળ્યો છે. ભાજપના વિરોધ સાથે સોનગઢ ગામ બંધ રાખવામાં આવ્યુ છે. સોનગઢ ગામ બંધમાં નાના મોટા વેપારીઓ સહિત સૌકોઇ જોડાયું છે. ક્ષત્રિય સમાજને પોતાનો મૂક ટેકો જાહેર કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રૂપાલાના વિવાદીત નિવેદન બાદ હવે ગામે ગામ ક્ષત્રિય સમાજે રૂપાલાને હરાવવા માટે આંદોલન તેજ કર્યું છે.
બીજી તરફ ક્ષત્રિય સમાજે ધર્મરથની શરુઆત કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના લોકો લોકસભાની બેઠક પર જઈને ભાજપ વિરુદ્ધ મતદાન આપવા માટે પ્રચાર કરી રહ્યા છે. ક્ષત્રિયોના આ ધર્મરથમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે.