મહીસાગર : સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન, જુઓ Video
મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેરમતદાન ચાલી રહ્યું છે.ઓબ્ઝર્વર, જિલ્લા કલેકટર અને એ.એસ.પી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેરમતદાન ચાલી રહ્યું છે. ઓબ્ઝર્વર, જિલ્લા કલેકટર અને એ.એસ.પી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર પ્રભા તાવિયાડ પણ બૂથ પર હાજર રહ્યા છે. આ બૂથ પરના 1224 જેટલા મતદારો ફરી મત આપશે. બુથ કેપ્ચરિંગની ઘટનાને કારણે ચૂંટણી પંચે ફરી મતદાનનો નિર્ણય લીધો છે.
શું હતી સમગ્ર ઘટના
સાતમી તારીખે 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું પરંતુ મહિસાગરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. દાહોદ લોકસભા બેઠક હેઠળના સંતરામપુરમાં પરથમપુર ગામે ભાજપ નેતાના પુત્રનો વીડિયો વાયરલ થયો હતો. દાહોદમાં ભાજપના નેતાના પુત્રએ બુથ નંબર 220 માથે લીધું હતુ. જશવંત ભાભોર માટે લોકોને વોટિંગ કરાવ્યું. કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી.
આ મામલે ફરિયાદ નોંધાઇ છે. બોગસ વોટિંગ કરવનાર વિજય ભાભોરને પોલીસે ઝડપી પાડ્યો. આ ઘટના બની ત્યારે બુથ પર ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસરને સસ્પેન્ડ કરાયા. જ્યારે એક પોલીસ જવાન અને એક હોમગાર્ડકર્મીને પણ સસ્પેન્ડ કરાયા છે.