Video : ધોરણ -12નું ઉચ્ચ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું છે. જેના પગલે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંક વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓના ચહેરા પર હરખના આસું સાથે સ્મિત છલકાઈ રહ્યુ છે.
ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું છે. જેના પગલે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંક વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓના ચહેરા પર હરખના આસું સાથે સ્મિત છલકાઈ રહ્યુ છે. ત્યારે આવો જ ખુશીનો માહોલ રાજકોટમાં જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ 12 કલાક સતત મહેનત કરીને ઉચ્ચ પરિણામ મેળવ્યુ છે.
ત્યારે ધોળકિયા સ્કૂલમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 85.56 ટકા તો સામાન્ય પ્રવાહનું 93.38 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપનું પરિણામ 90.11 ટકા,B ગ્રુપનું પરિણામ 78.34 ટકા,AB ગ્રુપનું પરિણામ 68.42 ટકા આવ્યુ છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનું પરિણામ 82.53 ટકા અને નિયમિત વિદ્યાર્થિનીનું 82.35 ટકા પરિણામ આવ્યુ છે.
( વીથ ઈનપુટ – રોનક મજીઠિયા, રાજકોટ )