GSEB SSC Results 2024 : મહેનત રંગ લાવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, ફટાકડા ફોડી કરી ઉજવણી, જુઓ Video
વિદ્યાર્થીઓની મહેનતનું સારુ પરિણામ આવતા અમદાવાદ અને રાજકોટમાં પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓનું સારુ પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે.
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. વિદ્યાર્થીઓની મહેનતનું સારુ પરિણામ આવતા અમદાવાદ અને રાજકોટમાં પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું સારુ પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે. રાજકોટ જિલ્લાનું 85.23 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ જ નહીં વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
રાજકોટ જિલ્લાની 4 શાળાનું પરિણામ શૂન્ય
રાજકોટ જિલ્લામાં 2791 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતા લગભગ 12 ટકા વધુ પરિણામ આવ્યુ છે. જો ગુજરાતની વાત કરીએ તો આ વર્ષની સરખામણીમાં 18 ટકા વધુ પરિણામ આવ્યુ છે. રાજકોટ જિલ્લાની 116 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે રાજકોટ જિલ્લાની 4 શાળાઓમાં 0 ટકા પરિણામ આવ્યુ છે.